BANASKANTHAPALANPUR

અંબાજી ખાતે શ્રી અંબિકા ભોજનાલય ખાતે FSSAI માર્ગદર્શન હેઠળ ભોજન અને પ્રસાદની ગુણવત્તા જળવાય તે હેતુથી વિશેષ સેમિનાર

26 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,અંબાજી સંચાલિતશ્રી અંબિકા ભોજનાલય ખાતે યાત્રિકો માટે વિના મુલ્યે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ છે. યાત્રાળુઓ માટે બનાવવામાં આવતા ભોજન તેમજ પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકારશ્રીના FOOD SAFTY AND STANDRADS AUTHORITY OF INDIA દ્વારા અંબાજી ખાતે સેમીનાર અને તાલીમનું આયોજન કરાયું હતું.
આ તકે FSSAIના માપદંડો અનુસાર વિવિધ કાર્યપધ્ધતિઓ સમજાવવામાં આવી હતી. ભોજન અને પ્રસાદ બનાવતી વખતે વિવિધ પ્રકારની કાળજી રાખવા, સ્વચ્છતા તેમજ શું કરવું અને શું ન કરવું ( Do and Don’t ) વગેરે બાબતોથી કામદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી, FOOD SAFTY AND STANDRADS AUTHORITY OF INDIAના અધિકારી ઓ ( Designated Officer) પી.એચ.પટેલ, Food Inspector પ્રિયંકાબેન ચૌધરી, (તાલીમ તજજ્ઞ) અમીબેન તેમજ ભોજનાલય અને પ્રસાદ બનાવનાર તમામ સ્ટાફગણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!