
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાને મળી અધતન સુવિધાયુક્ત મોબાઈલ મેડિકલ વાન
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, અરવલ્લી જિલ્લાને અધતન સુવિધાઓથી સજ્જ મોબાઈલ મેડિકલ વાન ફાળવવામાં આવી.આ યોજના સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે શરૂ કરવામાં આવી છે. REC ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ મોબાઈલ મેડિકલ વાનની સેવાનો પ્રારંભ થયો છે. આ વાન દ્વારા આદિજાતિ વિસ્તારના દરેક ઘર સુધી વિનામૂલ્યે સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવશે, જેથી આ વિસ્તારોના લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે.
ગુજરાતના માત્ર છ જિલ્લાઓ પૈકી અરવલ્લી જિલ્લાને આ સુવિધાનો લાભ મળ્યો છે, જે ચેરમેન અજયભાઈ પટેલના પ્રયાસો અને માર્ગદર્શનનું પરિણામ છે. આ યોજના આદિજાતિ સમુદાય માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા રેડ ક્રોસ શાખાના ચેરમેન ભરતભાઈ પરમાર, ટ્રેઝર વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્યો વનિતાબેન પટેલ, કે.કે.શાહ, અરવિંદભાઈ શ્રીમાળિ, શ્રી જીતેન્દ્રભાઈ અમીન, શ્રી અરવિંદભાઈ પ્રણામી તેમજ ધનસુરા અને માલપુર તાલુકા શાખાના હોદ્દેદારો ગોવિંદભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ભરતભાઈ ઠૂમમર, નવીનભાઈ દરજી, લલિતભાઈ બુટાલા, જયંતિભાઈ પ્રણામી, મણિભાઈ મોરી, અનિલભાઈ પ્રણામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ મોબાઈલ મેડિકલ વાન આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને નવી દિશા આપશે અને દરેક ઘર સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનું સ્વપ્ન સાકાર કરશે.




