ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસામા ભારે વરસાદ, કોલિખડના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા, અને સુનસર ધોધ જીવિત થતા પ્રકૃતિન નયનરમ્ય નઝારો -નીચાણ વારા વિસ્તારમાં પાણી ભરાયા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસામા ભારે વરસાદ, કોલિખડના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા, અને સુનસર ધોધ જીવિત થતા પ્રકૃતિન નયનરમ્ય નઝારો -નીચાણ વારા વિસ્તારમાં પાણી ભરાયા

 

અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયા પછી ફરી એકવાર મેઘરાજાએ વિશ્રામ તોડતાં આખા જિલ્લામાં ફરી મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે માલપુર મોડાસા,મેઘરજ,ધનસુરા, બાયડ અને આસપાસના પંથકમાં સારા વરસાદની નોંધ થઇ છે. ધોધમાર વરસાદે વિસ્તારને ભિંજવી દીધો છે અને તાપ અને બફારાથી ત્રાસી ગયેલા લોકોએ મોટી રાહત અનુભવી છે.

મોડાસામાં ધોધમાર વરસાદ:

મોડાસા શહેરમાં મોડી રાત્રે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દ્રારકાપુરી અને લવાસા ફ્લેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કા મારવા લોકો મજબૂર બન્યા હતા. કોલિખડના રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર બંધ થઈ ગઈ છે. સ્થાનિકોએ કાયમી નિકાલની માંગ કરી છે અને ફરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

મેઘરજમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેરબાન:

મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા, જીતપુર અને ઇસરી જેવા ગામોમાં વરસાદ નોંધાયો છે. અહીંના ખેડૂતો અને ગ્રામજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

સુનસર ધોધ બન્યો જીવંત:

ભિલોડા નજીક સુનસર ધોધ સીઝનમાં બીજીવાર જીવંત બનતાં પ્રવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. ભિલોડાથી 12 કિ.મી. દૂર મુનાઈ ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલા આ ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. અહીંના પર્વતીય દ્રશ્યો અને ધોધનું શીતળ પાણી સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

Back to top button
error: Content is protected !!