
કેશોદના રાજમહેલ વિસ્તારમાં સરકારી પશુ દવાખાનું આવેલું હતું જે પુરાણું જર્જરિત હોય નવું દવાખાનું બનાવવા માટે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા રાજય સરકાર સમક્ષ રજુઆત કરી મંજૂર કરાવવામાં આવતાં ખાતમુહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા જીલ્લા પંચાયતના સભ્ય અને પુર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુળા પુર્વ સુધરાઈ પ્રમુખ જેન્તીભાઈ ધુળા સહિત નગર શ્રેષ્ઠીઓ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદ ખાતે મૂંગા પશુઓ માટે નવુ આધુનિક પશુ દવાખાનું સંજીવની સાબિત થશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ને વિકસાવવા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતાં શહેરી ત્થા ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન વ્યવસાય વિકસિત થયો છે ત્યારે પશુપાલકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે. કેશોદ પંથકના પશુપાલકો અને રખડતાં ભટકતાં પશુઓની સારવાર માટે સરકારી પશુ દવાખાનામાં પુરતી સુવિધાઓ અને અનિયમિતતા ને કારણે પશુપાલકો ને મહામુલા ખર્ચે ખાનગી ડોક્ટર પાસે સારવાર કરાવવા સહારો લેવો પડે છે. જે અત્યંત ખર્ચાળ છે. ઉપરાંત પશુને પણ પૂરતી સારવાર મળતી નથી, પરિણામે પશુપાલકોએ ભારે હાલાકી વેઠવી પડે છે. કેશોદ શહેર તાલુકાની ગરીબ અને મધ્યમ જનતાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ પશુપાલકોના માવજત જળવાઈ રહે તે માટે રાજય સરકારના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામદીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે.જેથી તાત્કાલિક કોઈ અબોલ પશુઓની સારવાર થઈ શકે.ત્યારે તાલુકા મથકે ધારાસભ્ય દેવાભાઈ માલમ ના પ્રયાસો થી નવું પશુ દવાખાનું તૈયાર થતાં જ પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
 
				






