GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ફતેપુરી પાસે ઈંટોના ભઠ્ઠામાં શ્રમ વિભાગનો દરોડો: બે બાળ શ્રમિકો મુક્ત, ભઠ્ઠા માલિક સામે ગુનો દાખલ.

 

તારીખ ૨૪/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી ‘જિલ્લા બાળ મજૂર ટાસ્ક ફોર્સ’ દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાલોલ તાલુકાના ફતેપુરી ગામે આવેલા ઈંટોના ભઠ્ઠા પર દરોડો પાડીને બે બાળ શ્રમિકોને નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.પંચમહાલ જિલ્લા સરકારી શ્રમ અધિકારી પ્રિયંકાબેન બારીયા મદદનીશ શ્રમ અધિકારી તેમજ ટાસ્ક ફોર્સના સામાજિક કાર્યકર જનકભાઈ પરમાર, ગ્રામ વિકાસ ટ્રસ્ટ (ગોધરા)ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મીનાક્ષીબેન વણકર અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની સંયુક્ત ટીમ દ્વારા કાલોલના ફતેપુરી સ્થિત ‘હિન્દ બ્રિક્સ’ નામના ઈંટોના ભઠ્ઠા પર તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ભઠ્ઠા પર અત્યંત કાળઝાળ ગરમીમાં મજૂરી કરતા ૧૦ વર્ષીય એક બાળ શ્રમિક અને ૧૪ વર્ષીય એક તરુણ શ્રમિક મળી આવ્યા હતા. ટીમ દ્વારા તાત્કાલિક આ બંને બાળકોને શ્રમ કાર્યમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.મુક્ત કરાયેલા બંને બાળકોના જરૂરી નિવેદનો લઈ, તેઓને સુરક્ષિત રીતે ચિલ્ડ્રન હોમ (બાળ અદાલત), ગોધરા ખાતે સોંપવામાં આવ્યા છે. બીજી તરફ, ગેરકાયદેસર રીતે બાળકો પાસે મજૂરી કરાવવા બદલ ‘હિન્દ બ્રિક્સ’ ઈંટોના ભઠ્ઠાના માલિક ઉમ્મીદ નસરુલ્લા ખાન (રહે. બાશા પાર્ક, પાવાગઢ રોડ, હાલોલ) વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી બાળ મજૂરી કરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!