SAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલા તાલુકાના નાગડકા ગામે કૃષિ ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો, ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે માર્ગદર્શન અપાયું

તા.29/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ‘સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા નાગડકા ગામ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર- આત્મા ભરત પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંદાજે સો જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નાગડકા ગામમાં શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે પરંતુ આ વિસ્તારમાં કૃષિ રસાયણો અને જંતુનાશકો (પેસ્ટીસાઈડ)નો વધુ પડતો ઉપયોગ જોવા મળે છે આ પડકારને ધ્યાનમાં રાખીને, આત્મા પ્રોજેક્ટ દ્વારા આ કૃષિ ગોષ્ઠિમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે વિસ્તૃત સમજ આપી હતી ખેડૂતોને રસાયણમુક્ત ખેતીના ફાયદા, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો અને પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા વધુમાં નાગડકા ગામમાં જ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એક બાયો-ઈનપુટ સેન્ટર સ્થાપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ પહેલથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સામગ્રી પોતાના ઘરઆંગણે જ મળી રહેશે જેથી તેઓ સરળતાથી પ્રાકૃતિક કૃષિ અપનાવી શકશે કાર્યક્રમમાં ઉપસ્થિત નાગડકા ગામના સરપંચ અને યુવાન ખેડૂતોએ આ બાબતને ગામ સમક્ષ રજૂ કરી દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ શરૂ કરે તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી આ સંકલ્પ ગામમાં પર્યાવરણ-મિત્ર અને સ્વાસ્થ્યવર્ધક કૃષિ પદ્ધતિઓ અપનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આત્મા સાયલા ટીમના જયંતિભાઈ, જગદીશભાઈ, કાનાભાઈ અને સર્વે સ્ટાફ દ્વારા પ્રાકૃતિક કૃષિને અનુરૂપ મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!