BANASKANTHADEODAR

શ્રી બી વી વિદ્યાંદિર સોની, સ્કૂલ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો

પ્રકૃતિ મિત્ર મંડળ દ્રારા વિદ્યાર્થીઓને વૃક્ષો આપવામાં આવ્યા

વૃક્ષો ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
શ્રી બી વી પટેલ વિદ્યામંદિર સોની દ્વારા પ્રકૃતિ મિત્ર મંડળની રચના કરવામાં આવી આ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આજરોજ તારીખ 29. 7 .2025 ના મંગળવાર ની પ્રાર્થના સભામાં જે બાળકોના જન્મદિવસ જુલાઈ મહિનામાં આવતા હોવાથી બાળકોના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દરેક બાળકને એક એક વૃક્ષ આપી ઉત્સાહીત કર્યા અને બાળકોને પ્રકૃતિ સાથે નાતો જળવાઈ રહે એ વૃક્ષ નું જતન કરી શકે તે માટે વૃક્ષને ઉછેરવાની પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસે લેવડાવવામાં આવી વૃક્ષોની વ્યવસ્થા મંડળના કન્વીનર પી.કે. ચૌધરી દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમ નિમિત્તે શાળાના આચાર્ય શ્રી દ્વારા પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું શાળાના શિક્ષક મહેશભાઈ દ્વારા તેમના માતૃશ્રીના સ્મરણાઅર્થે શાળામાં પાંચ વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી લીધી આ કાર્યક્રમમાં ડી ડી પટેલ સહિત સમગ્ર સ્ટાફ ની હાજરીમાં કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!