GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં હવે પ્લાન પાસની કાર્યવાહી ઝડપી બનશે – બિલ્ડર લોબીમાં આનંદની લાગણી ફેલાઇ

તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની રચના તા. 1-1-25ના રોજ થઈ હતી પરંતુ આ વાતને છ માસ થવા છતાં અમુક સત્તાઓ સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિકાસ સત્તા મંડળ(સ્વુડા) પાસે હતી ત્યારે તાજેતરમાં આ અંગેની દરખાસ્ત થતા તા. 29મી જુલાઈએ રાજયના શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નીર્માણ વિભાગ દ્વારા તમામ અધીકારો અને સત્તા મનપાને આપતા હવે શહેરમાં પ્લાન પાસ કરવાની કામગીરીને વેગ મળનાર છે આ વાતથી શહેરની બિલ્ડર લોબીમાં આનંદની લાગણી ફેલાઈ છે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત તા. 28-8-2012ના રોજ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિકાસ સત્તા મંડળ સ્વુડાની રચના કરાઈ હતી ત્યારબાદ નગરપાલીકા પાસેથી બીલ્ડીંગ પ્લાન પાસ કરવાની સત્તા સ્વુડા પાસે હતી તાજેતરમાં 1-1-2025ના રોજ સરકારે સુરેન્દ્રનગરને મહાનગરપાલીકા જાહેર કરી છે આથી હવે મહાનગર પાલિકાનો વિસ્તારમાં સત્તા મંડળમાં સમાવીષ્ટ થઈ જતો હતો આ વાતને 7 માસ પુરા થવા આવ્યા છે ત્યારે આ દરમિયાન પ્લાન પાસ કરવાની કાર્યવાહી ધીમી ગતીએ ચાલતી હતી મનપામાં મુકાયેલ પ્લાન સ્વુડામાં પાસ થવા જતા હતા અને લોકોને પ્લાન પાસ કરાવવામાં નેવાના પાણી મોભે ચડાવવા પડતા હતા ત્યારે તા. 6-3-25ના રોજ સ્વુડાએ સુરેન્દ્રનગર મનપાને તમામ અધીકારો અને સત્તા સોંપવા દરખાસ્ત કરી હતી બીજી તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના વહીવટદાર અને જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શનથી મનપાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા પણ દરખાસ્ત કરાઈ હતી ત્યારે આ દરખાસ્તનો સ્વીકાર થાય તે માટે વઢવાણના ધારાસભ્ય અને વિધાન સભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રાજય સરકારમાં કરેલ રજૂઆતને સફળતા મળી છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી તા. 29મી જુલાઈના રોજ શહેરી વિકાસ વિભાગે પરીપત્ર કરીને તમામ અધીકારો અને સત્તા સ્વુડા તરફથી મનપાને સોંપાશે તેવુ જાહેર કર્યુ છે આ અંગે સુરેન્દ્રનગર વઢવાણ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ કે. સી. શાહે જણાવ્યુ કે, સરકારના આ નિર્ણયને અમો આવકારીએ છીએ આ નિર્ણય ખરા અર્થમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી ગણાશે જેના થકી પ્લાન ઝડપથી પાસ થતા મનપા વિસ્તારમાં બાંધકામ ઉદ્યોગને વેગ મળશે અને નવો ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં પણ સરળતા રહેશે.

Back to top button
error: Content is protected !!