
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : કલેક્ટરના વરદ હસ્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસાની મોબાઈલ મેડિકલ વાનનો શુભારંભ.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને REC ફાઉન્ડેશનના સહયોગથી અરવલ્લી જિલ્લામાં ખૂણે ખૂણે આરોગ્ય સેવાઓ પહોચાડવા મોબાઈલ મેડિકલ વાન ફાળવવામાં આવી છે. સ્વાતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી વર્ષ ઉજવણી નિમિત્તે અરવલ્લીના ટ્રાઈબલ વિસ્તારના ઘર આંગણે વિના મૂલ્યે આરોગ્ય સેવાઓ પહોચાડવામાં આવશે. આજ રોજ આ મોબાઈલ મેડિકલ વાનનો શુભારંભ માન. કલેક્ટર પ્રશસ્તિ પારિક સાહેબના વરદ હસ્તે ઉમિયા મંદિર ખાતે કરવામાં આવ્યો. કલેક્ટર એ પુજા વિધિ, મંત્રોચ્ચાર સાથે ઝંડી આપી વાનનો શુભારંભ કરાવ્યો હતો. રેડક્રોસ દ્ધારા તેઓને વાનની સેવાઓ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. કલેક્ટર એ પ્રશંશા કરી આશીર્વચન પાઠવ્યા હતા. રેડક્રોસ દ્ધારા તેમનું શાલ અને બુકેથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન ભરતભાઈ પરમાર, સેક્રેટરી રાકેશભાઈ જોષી, ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્ય મુકેશભાઇ પટેલ, કે.કે.શાહ, કનુભાઈ પટેલ, વનિતાબેન પટેલ, ડો. દીપ્તિબેન ઉપાધ્યાય, ડો. સુભાષભાઈ પંડ્યા, ઉમિયા મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો દિનેશભાઈ પટેલ, હરિભાઇ પટેલ, મહારાજ વિષ્ણુપ્રસાદજી, સહયોગીઓ, સ્ટાફ ગણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





