GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર હાઇવે ઉપર ત્રાજપર નજીક સ્પા સલૂનની આડમાં ચાલતું કૂટણખાનું : બે ઇસમોની ઘરપકડ 

 

WANKANER:વાંકાનેર હાઇવે ઉપર ત્રાજપર નજીક સ્પા સલૂનની આડમાં ચાલતું કૂટણખાનું : બે ઇસમોની ઘરપકડ

 

 

મોરબીની એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ પોલીસ ટીમ દ્વારા મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ગામ નજીક આવેલ શિવાલિક કોમ્પ્લેક્ષના બીજા માળે દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો ભાંડો ફોડી સ્પાના માલીક સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામ નજીક નેશનલ હાઇવે ઉપર શિવાલિક કોમ્પ્લેક્ષના બીજા માળે ઓરેકલ સ્પા એન્ડ સલૂનની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમીને આધારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પોલીસ ટીમ દ્વારા દરોડો પાડતા આરોપી સ્પા માલીક વિજયભાઇ ડાહયાભાઇ પારધી ઉવ.૩૩ રહે.પીપળીવાળો પોતાના ઓરેકલ સ્પા એન્ડ સલૂનમાં આરોપી નિતીનભાઇ વસંતભાઇ સોલંકી ઉવ.૩૨ રહે.લાલપર ગામના ગેટની બાજુમાંને સ્પા સેન્ટરમાં સંચાલક તરીકે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી સમગ્ર ગોરખધંધો ચલાવતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી ખાલી કોન્ડોમ પેકેટ -૦૧, રોકડા રૂ.૫ હજાર તથા મોબાઇલ નંગ-૦૪ કી.રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૨૫ હજારના મુદામાલ સાથે આરોપી સ્પાનો માલીક અને સ્પા સંચાલક એમ બંને આરોપીઓની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપી તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button
error: Content is protected !!