Rajkot: નેશનલ હાઈવે-૪૭ બામણબોર-સાયલા રોડ પર ચોમાસાથી ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ શરૂ કરાયું

તા.૨૯/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ-અમદાવાદ માર્ગ પર પેચવર્ક અને WMM તથા બિટુમિનસ મટીરીયલ વડે રસ્તા સમતળ કરવાની સઘન કામગીરી હાથ ધરાઈ
Rajkot: ચોમાસાના કારણે ભારે ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર સુગમ બનાવવા માર્ગ સમારકામની કામગીરી પૂર્ણ જોશમાં શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત રોડ સપાટીનું પેચવર્ક કરીને માર્ગને મજબૂત બનાવવા માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી રહી છે.
નેશનલ હાઈવે-૪૭ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બામણબોર સાયલા રોડ પર ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત રોડ સપાટીના સમારકામ માટે પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સૌથી પહેલા ક્ષતિગ્રસ્ત રોડની યોગ્ય સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જરૂરિયાત વાળા સ્થળોએ WMM તથા બિટુમિનસ મટીરીયલનો ઉપયોગ કરીને રોડની સપાટીને સમતળ અને મજબૂત બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ માર્ગ રાજકોટ-અમદાવાદ રોડનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. માર્ગ રિપેરિંગથી વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર થઈ રહી છે.





