GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ના સુરેલી ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ વેજલપુર પોલીસનાં સકંજામાં આવ્યાં.

 

તારીખ ૦૧/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ કાલોલ શહેર સહિત તાલુકામાં અનેક વિસ્તારમાં જુગાર રમતા શકુનીઓ એક્ટિવ થઈ ગયા છે. આવામાં અલગ અલગ વિસ્તારમાં જુગાર રમતા અને રમાડતા લોકો પણ એક્ટિવ થઈ ગયા હોવાનું સામે આવી રહી છે.ત્યારે વેજલપુર પોલીસને પાકી બાતમી મળેલ કે સુરેલી ગામમાં દરજી ફળિયામાં જાહેરમાં ખુલ્લામાં પત્તા-પાનાનો જુગાર રૂપીયા વડે રમી રમાડે છે ત્યારે વેજલપુર પોલીસે રેડ કરતા અંગઝડતીના રોકડા રૂ.૨૩૦૦/- તથા દાવ ઉપરના રોકડા કુલ રૂપિયા- ૯૨૦/- કુલ કિંમત રૂપિયા-૩૨૨૦/- ના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓની પકડી લીધા આમ તમામ આરોપીઓના નામ આ પ્રમાણે ૧) વનરાજકુમાર મહેન્દ્રસિંહ પરમાર ઉ.વ.૩૬ રહે. સુરેલી પટેલ ફળીયું (૨) મહેશકુમાર ગોવિંદભાઈ પટેલ ઉ.વ.૨૮ રહે. સુરેલી મોટું ફળીયું (3) પ્રતાપસિંહ ભુપતસિંહ ચૌહાણ ઉ.વ.૫૫ રહે. સુરેલી દરજી ફળીયું (૪) મયુરકુમાર નરવરસિંહ ચૌહાણ ઉ.વ.૨૮ રહે. સુરેલી ડેરીવાળુ ફળીયું (૫) અસરફ એહમદ કઠીયા ઉ.વ.૨૭ રહે. વેજલપુર ઘુસર રોડ કાછીયાવાડ તમામ આરોપીઓને પકડી પાડી વેજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Back to top button
error: Content is protected !!