સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ની જિલ્લા કક્ષાની ઉજવણી ચુડા ખાતે યોજાશે

તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ વર્ષે ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ચુડા ખાતે યોજાશે આ ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે આજે જિલ્લા કલેકટર રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા બેઠકમાં કલેકટરએ કાર્યક્રમ સ્થળ, મંડપ, સ્ટેજ ડેકોરેશન, બેઠક વ્યવસ્થા, લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ વગેરેની જરૂરિયાતો અંગે પૃચ્છા કરી જરૂરી કામગીરી કરવા સંબધિત વિભાગને સૂચનાઓ આપી હતી આ ઉપરાંત, ઉજવણી નિમિત્તે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ્સ-પ્રદર્શન, સફાઈ કામગીરી, વરસાદને ધ્યાનમાં લઈને સાવધાનીઓ સહિતની બાબતો અંગે તેમણે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી યોગ્ય સૂચના માર્ગદર્શન આપ્યા હતા આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાનારા કાર્યક્રમ સંદર્ભે પણ કલેકટરએ જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




