GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ટાગોરબાગ નવીનીકરણ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામોનું નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે ખાતમુહુર્ત

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને અનુબંધ સંસ્થા વચ્ચે પ્લાસ્ટિક પ્રદુષણને અટકાવવા MoU કરાયા

તા.02/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને અનુબંધ સંસ્થા વચ્ચે પ્લાસ્ટિક પ્રદુષણને અટકાવવા MoU કરાયા

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ ટાગોરબાગ ખાતે યોજાયો હતો આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર શહેરની સંસ્કૃતિ અને ગાથાનું સ્મરણ કરવાનો આજનો દિવસ એટલે સુરેન્દ્રનગરનો સ્થાપના દિવસ ગુજરાતમાં આગવી ઓળખ ધરાવતું આપણું આ સુરેન્દ્રનગર શહેર સુરેન્દ્રનગર જિલ્લાના ભૌગોલિક વિસ્તારના સેન્ટરમાં આવેલ છે તેમ જણાવ્યું હતુ વધુમાં દંડકએ ટાગોરબાગ એ સુરેન્દ્રનગરની આવવી ઓળખ છે શહેરીજનોને બાગ બગીચાની વિશેષ સુવિધા ઉપલબ્ધ બને તે માટે રૂ.1 કરોડના ખર્ચે ટોગોરબાગમાં વિવિધ વિકાસના કામો થશે સુરેન્દ્રનગરના શહેરીજનો રમત ગમત ક્ષેત્રમાં આગળ વધે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે એ માટે મેળાના મેદાન ખાતે રૂ. 5.36 કરોડના ખર્ચે મલ્ટીસ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે જેની બાજુમાં ફૂડ કોર્ટનું નિર્માણ થશે. તેમજ વઢવાણ લીંબડી રોડ પર રૂ. 20 કરોડના ખર્ચે સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સનું કામ પણ ચાલી રહ્યું છે આ કામ પૂર્ણ થતા સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને આધુનિક સુવિધા યુક્ત બે રમમત ગમતના મેદાન પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી સુરેન્દ્રનગર શહેરને વિકસિત કરવાના અનેક આયામો નક્કી કરવામાં આવ્યા છે તેમ જણાવી નાયબ મુખ્ય દંડકએ ઉમેર્યું હતું કે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પ્રયત્નોથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.30 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જેના થકી ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાશે સુરેન્દ્રનગર શહેરના બાળકો વિજ્ઞાન ક્ષેત્રે રુચિ કેળવી શકે અને એના અભ્યાસ માટે અમદાવાદ જવું ન પડે તે માટે લીમડી અમદાવાદ રોડ પર રૂ. 20 કરોડના ખર્ચે સાયન્સ સીટી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં ધરમતળાવ અને દાજીરાજસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરી સુરેન્દ્રનગર શહેરની સુંદરતામાં વધારો કરવામાં આવશે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય એ માટે રૂ.50 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ રોડને ગેબનશાપીર સુધી લંબાવવામાં આવશે, તથા શહેરના બ્યુટીફિકેશનની સાથે-સાથે મહાનગરપાલિકા સંચાલિત તમામ કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે આ વર્ષે શહેરમાં 50 હજાર વૃક્ષો વાવવામાં આવશે, જેના થકી આપણી સૌની સુરેન્દ્રનગર શહેરને ગ્રીનસીટી, ક્લિન સીટી અને વિકસિત સીટી બનાવવાની તમન્ના પરિપૂર્ણ થશે તેમ જણાવી નાયબ મુખ્ય દંડકએ શહેરીજનોને “એક પેડ મા કે નામ 2.0” અંતર્ગત વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરને રળિયામણુ અને સુંદર બનાવવાનું સ્વપ્ન અહીંયા બેઠેલા તમામ નાગરીકએ જોયેલું છે અને ધીરે ધીરે એક એક સ્વપ્ન આપણે સાકાર કરતા જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની એ પછી શહેરી વિકાસને વેગ મળ્યો છે શહેરને રળીયામણું બનાવવા માટે મહાનગર પાલિકાની આખી ટીમ જે રીતે કાર્યરત છે એ રીતે આવતા સમયમાં આપણું સુરેન્દ્રનગર ખૂબ સુંદર શહેર બનશે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાનના “એક પેડ મા કે નામ 2.0” ના મંત્રને સાકાર કરવા માટે વૃક્ષરથના માધ્યમથી રોપા વિતરણ કરી એક અનોખી પહેલ કરવામાં આવી છે સદભાવ ટ્રસ્ટના સહયોગથી અંદાજિત રૂ.1 કરોડના વૃક્ષોનું વાવેતર અને મેન્ટેનન્સ કરી શહેરને હરીયાળું બનાવવાની દિશામાં એક પ્રયત્ન કરાશે આ પ્રયત્ન અંતર્ગત શહેરને હરિયાળું સુરેન્દ્રનગર બનાવવા શહેરીજનોને વૃક્ષારોપણ કરી સહભાગી બનવા અપીલ કરી હતી વધુમાં કમિશનરએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ અંદાજિત રૂ.70 કરોડના વિકાસના કામોના ખાતમૂર્હૂત કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા રાજ્યની પહેલી મહાનગરપાલિકા હતી કે જેને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી શહેરમાં થનારા વિકાસના કામોની બ્લૂ પ્રિન્ટ લોકો સમક્ષ રજૂ કરી છે તેમ જણાવી શહેરમાં કચરો નહીં કરવા અને સુરેન્દ્રનગરને સ્વચ્છ અને સ્વસ્થ શહેર બનાવવાની આ કામગીરીમાં મહાનગરપાલિકાને સહકાર આપવા શહેરીજનોને અપીલ કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અંદાજે રૂ. 1 કરોડના ખર્ચે ટાગોરબાગ નવીનીકરણના કામનું ખાતમૂર્હૂત તથા રૂ. 5.36 કરોડના ખર્ચે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામની તક્તીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી સદભાવના ટ્રસ્ટના સહયોગથી ટ્રી-પ્લાન્ટેશનની શરૂઆતનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું જે અન્વયે સદભાવના ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 5 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેની માવજત કરવામાં આવશે નાયબ મુખ્ય દંડકએ સુરેન્દ્રનગરને હરિયાળુ શહેર બનાવવા મહાનગરપાલિકા વિસ્તારમાં રોપા વિતરણ માટેના”વૃક્ષરથ”ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું મહત્વનું છે કે, આ “વૃક્ષરથ”ના માધ્યમથી સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવશે આ તકે પ્લાસ્ટિક પ્રદુષણને અટકાવવા અને સુરેન્દ્રનગર શહેરને સ્વસ્થ, સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી સભર બનાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અનુબંધ સંસ્થા વચ્ચે MoU કરવામાં આવ્યા હતા આ MoU અંતર્ગત અનુબંધ સંસ્થા મહાનગરપાલિકાને રિસાયકલ પ્લાસ્ટિકની સામે કાપડની થેલી આપશે સુરેન્દ્રનગર સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને જિલ્લા રમત-ગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વાગત પ્રવચન નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે.કટારાએ કર્યું હતું આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જૂન ચાવડા, ડીસીએફ શ્રીમતી વિભાબેન ગોસ્વામી, શહેરી ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રીઓ, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ કેલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નાબેન પંડ્યા, વિરેન્દ્રભાઈ આચાર્ય, જિતેન્દ્રસિંહ, ખેંગારભાઈ ડોડીયા સહિત અગ્રણી સર્વશ્રી અને સદભાવના ટ્રસ્ટ અને અનુબંધ ટ્રસ્ટના પ્રતિનિધીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!