સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતેથી મુસાફરો માટે સુરેન્દ્રનગર સોમનાથ ડિલક્સ એક્સપ્રેસ બસનો શુભારંભ કરાવ્યો.
શ્રાવણ માસમાં ભક્તોને સોમનાથ દર્શનનો લાભ મળશે

તા.02/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ડેપો ખાતે સુરેન્દ્રનગરથી સોમનાથ જતી નવી બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી છે આ રૂટનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ નવી બસ સેવા સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારની જનતા માટે એક મોટી સુવિધા પૂરી પાડશે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં ભક્તોને આનો વિશેષ લાભ મળશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો આ નવો રૂટ સુરેન્દ્રનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે લાંબા સમયથી સુરેન્દ્રનગરથી સોમનાથ માટે સીધી બસ સેવા શરૂ કરવાની માંગ હતી જે હવે પૂરી થઈ છે આ બસ સેવાને કારણે મુસાફરોને બસ બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને તેમનો સમય પણ બચશે આ બસ સેવાના પ્રારંભ પ્રસંગે ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એટીઆઈ કે.જે. પરમાર અને તેમની ટીમે આ નવા રૂટને શરૂ કરવામાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે આ બસ સેવા સવારે સુરેન્દ્રનગરથી ઉપડીને બપોર સુધીમાં સોમનાથ પહોંચશે અને સાંજે પરત સુરેન્દ્રનગર આવશે જેથી શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં દર્શન કરીને પરત ફરી શકશે આ નવી સેવાને કારણે GSRTCની આવકમાં પણ વધારો થશે જ્યારે સુરેન્દ્રનગર ડેપોને આગામી દિવસોમા પણ વધુ બસો ફાળવવમા આવશે.




