GUJARATMAHISAGARSANTRAMPUR

કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા છેવાડાના બાળકો સુધી પોહચી બાળકોના સર્વાંગી વિકાસ કરવામાં આવશે

મહીસાગર જિલ્લામાં આંગણવાડીના બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્રનો નવતર અભિગમ
*****

રિપોર્ટર…
અમીન કોઠારી
મહિસાગર…

મહીસાગર જિલ્લામાં કુપોષણ નિવારણ અને રોકથામ માટે જિલ્લાના વિવિધ વિભાગોના ૨૦૯ અધિકારીશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી
****

જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરે બામરોડા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોને મળતા પોષણ, સંભાળ અને આરોગ્યની સારવાર વિષે વિસ્તૃત માહિતી મેળવી
****

કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા છેવાડાના બાળકો સુધી પોહચી બાળકોના સર્વાંગી વિકાસ કરવામાં આવશે
*****


પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી જનજનને જોડી તંદુરસ્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે ગુજરાત સરકારે “ગુજરાત પોષણ અભિયાન” હાથ ધરેલ છે. જે અંતર્ગત રાજ્યની તમામ આંગણવાડીના તમામ કુપોષિત બાળકોને કુપોષણ મુક્ત બનાવવા સરકારશ્રી દ્વારા પોષણ લક્ષી જાગૃતીના અનેક કાર્યક્રમો મારફતે જનભાગીદારી સુનિચ્છીત કરી એક જન આંદોલન શરૂ કરવામાં આવેલ છે.

ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં રહેતા બાળકો વધુ કુપોષણનો શિકાર ન બને તે માટે જન્મથી ૫ વર્ષ સુધીના બાળકો માટે યોગ્ય અને પૂરતું પોષણ તેમજ સંભાળ, બાળકના મહત્તમ વૃધ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે. જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ દરમિયાન બાળકોમાં વૃદ્ધિ અને વિકાસનો દર સૌથી ઝડપી હોય છે. આ સમયગાળા દરમિયાન, બાળકોમાં પોષણ અને પરિવારની કાળજીનો અભાવ તેમજ ચેપ અને વારંવાર થનારી સામાન્ય બિમારીઓના કારણે તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસમાં વિક્ષેપ આવવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે. અતિગંભીર કુપોષિત (SAM) બાળકોમાં સામાન્ય પોષણની સ્થિતિ ધરાવતા બાળકો કરતાં રોગથી મૃત્યુ થવાની શક્યતા ૯ ગણી વધારે હોય છે. તેથી, બાળકોમાં કુપોષણને રોકવા માટે, રાજ્યમાં સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પોષણ સંગમ CMAM(કોમ્યુનીટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશિયન) તેમજ EGF (અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ) થકી સંસ્થાકીય (CMTC+NRC) અને સમુદાય સ્તરે અતિ ગંભીર કૃપોષિત બાળકોની જરૂરિયાતો અનુસાર પોષણ વ્યવસ્થાપન અને તેને નિવારક પગલાં લેવામાં આવી રહેલ છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ પ્રમાણે રાજ્યમાં અતિગંભીર કુપોષિત બાળકો (SAM)નું પ્રમાણ ૧૦.૬% છે. કુલ SAM બાળકો પૈકી ફકત ૧૦-૧૫% બાળકોને સંસ્થાકીય (CMTC & NRC) સારવારની જરૂર હોય છે, જયારે બાકી રહેલા ૮૫-૯૦% અતિગંભીર કુપોષિત બાળકોને કે જેઓ તબીબી જટિલતા ધરાવતા નથી તેઓને સામુદાયિક સ્તરે સારવાર આપી સામાન્ય સ્થિતિમાં લાવી શકાય છે. SAM બાળકોને સમયમર્યાદામાં વિશેષ પોષણ, કાળજી અને આરોગ્યની સારવાર સાથે ફોલો-અપ સેવાઓ મળી રહે તો તેઓને સામાન્ય પોષણની સ્થિતિમાં લાવી શકાય છે.

જેને ધ્યાને લઈ મહીસાગર જિલ્લાના કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા કુપોષણ નિવારણ અને રોકથામ માટે કુપોષીત તમામ બાળકોને ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહાર મળે, આરોગ્યલક્ષી સેવાઓ સુનિચ્છીત થાય અને બાળકોના વાલીઓને પણ આ બાબતે જાગૃત કરી છેવાડા સુધીના તમામ આવા બાળકો સુધી પહોંચવા માટે ફરી એકવાર કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન શરુ કરી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કુપોષણ મુક્ત મહીસાગર પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રયાસ થકી જિલ્લાના SAM અતિ ગંભીર કુપોષિત બાળકોને રેડ ઝોનમાંથી બહાર કાઢી ક્રમશ: યેલો ઝોન, ગ્રીન ઝોનમાં લાવવા તેમજ MAM કુપોષિત બાળકોને યલો ઝોનમાંથી બહાર કાઢી ક્રમશ: ગ્રીન ઝોનમાં લાવવા માટે સતત ત્રણ માસ સુધી દૈનીક ધોરણે આ પ્રોજેક્ટ ચાલશે, જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના તમામ અધિકારીશ્રીઓ, ચુંટાયેલા પદાધિકારીશ્રીઓ, વિવિધ સેવાભાવી સંસ્થાઓ (એન.જી.ઓ.) તથા ગ્રામ્ય કક્ષાએ પોષણમિત્રની સેવાથી આ બાળકોના પરિવારનો સહકાર મેળવી આ તમામ બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માટેનું આ એક જન આંદોલન શરુ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,તેમજ તમામ વિભાગોના કુલ-૨૦૯ અધિકારીશ્રીઓ જે આંગણવાડી કેન્દ્રમાં કુપોષિત અને અતિકૂપોષિત બાળકોનું પ્રમાણ વધુ છે,તેવા ૨૦૯ આંગણવાડી કેન્દ્રોના કુલ-૫૯૯ SAM-અતિ ગંભીર કુપોષિત બાળક અને કુલ-૧૧૭૩ MAM- કુપોષિત બાળકો કુલ-૧૭૭૨ કુપોષિત બાળકોને કુપોષણ મુક્ત બનાવવા ઘનીષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહેલ છે.

આ અભિયાન અંતર્ગત આજ રોજ જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા ખાનપુર તાલુકાના બામરોડા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી અને આંગણવાડી કેન્દ્રના ૩૧ બાળકોને મળતા પોષણ, સંભાળ અને આરોગ્યની સારવાર વિષે વિસ્તૃત માહિતી લઈ તેમના પરિવારજનોને એનીમિયા ,કુપોષણ,રસીકરણ,સમયસર આરોગ્ય તપાસ,હેન્ડવોશિંગ,ઝાડા નિયંત્રણ વગેરે બાબતો વિશે લાભાર્થીઓને વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકલક્ષી પરિવર્તન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!