GUJARATKUTCHMANDAVI

ABRSM-કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષનો સરહદી ગામ જામ કુનરીયાનો પ્રવાસ.

સેવા સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં વિધાર્થીઓ સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંવાદ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

કચ્છ,તા-૦૩ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ (ABRSM) ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા સેવા સાધના સંચાલિત સરહદી ગામ “જામ કુનરીયા”ના શ્રી રામદેવ સંસ્કાર કેન્દ્રની સપરિવાર મુલાકાત લેવામાં આવેલ હતી.આ મુલાકાત દરમ્યાન શ્રી જાની અને તેમના પરિવારનું સંસ્કાર કેન્દ્રના દીદી દ્વારા કુમકુમ તિલક કરી ભાવભીનુ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્કાર કેન્દ્રના સંયોજક શ્રી બિજલભાઈ મારવાડાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને અભ્યાસક્રમ અંગે સવિસ્તૃત માહિતી આપી અને વિધાર્થીઓ સાથે ઓળખ પરિચય કરાવ્યો હતો.વિદ્યાર્થીઓએ માં શારદે વંદના, માં ભારતીના ગીતો અને સંસ્કૃત મંત્રોચ્ચારણ દ્વારા સંસ્કાર, શિસ્ત અને ભારતીય પરંપરાનું જીવંત પ્રદર્શન કરેલ હતુ. અલ્પેશભાઈ જાનીએ શ્રી બિજલભાઈ મારવાડાના સરાહનીય કાર્યને બિરદાવી તેમને ભગવાન શ્રીરામ ધ્વજ, માં ભારતીની છબી અને પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા હતા, જ્યારે તેમના ધર્મપત્ની નૂતનબેને સંસ્કાર કેન્દ્રના દીદીનુ કલમ અને ડાયરી વડે સન્માન કરેલ હતુ. અલ્પેશભાઈએ વિદ્યાર્થીઓ સાથે ભારતીય સંસ્કૃતિ અને ૨૦૪૭ના ભારત વિષયક સંવાદ કરેલ હતો અને આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા અલ્પાહાર વિતરણ કરી પરિવાર ભાવ વ્યક્ત કરેલ હતો. જેમા પરોક્ષ રીતે મહેશભાઈ ઠક્કર (જલારામ સ્ટેશનરી) તેમજ નિરવભાઇ જોશી સહયોગી થયેલ હતા. મુલાકાતે આવેલ પરિવારનો બિજલભાઇ દ્વારા ગ્રામીણ પરંપરા અને ભારતીય સંસ્કૃતિ મુજબ અનેરો આતિથ્ય સત્કાર કરવામાં આવેલ હતો.

Back to top button
error: Content is protected !!