આરોપીને એક વર્ષની સજા અને રૂ 5 લાખના વળતરનો હુકમ હાલોલ એડી સેશન્સ કોર્ટે રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુક્યો.

તારીખ ૦૩/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ની શ્રી રામ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા અદિરન તા. વાઘોડિયા ખાતે રહેતા બચુભાઈ રામાભાઈ ભરવાડ ઉપર વર્ષ ૨૦૧૯ મા હાલોલ ના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ રૂ 5 લાખ ના ચેક રિટર્ન ની ફરિયાદ કરી હતી. આરોપી બચુભાઈ રામાભાઈ ભરવાડ દ્વારા શ્રી રામ ટ્રાન્સપોર્ટ કંપની પાસે થી વ્હીકલ ખરીદવા માટે રૂ 5 લાખની લોન તા ૧૩/૦૨/૨૦૧૮ ના રોજ લીધી હતી જે ખાતામાં બાકી રકમ રૂ ૫,૧૩,૫૩૧/ હતી જે માટે આરોપી દ્વારા રૂ 5 લાખનો ચેક તા ૧૧/૦૯/૨૦૧૯ નો બેંક ઓફ બરોડા નો ચેક આપ્યો હતો જે ચેક શ્રી રામ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા ક્લિયરિંગ મા મોકલ્યા બાદ તા ૧૬/૦૯/૧૯ ના રોજ અપુરતા ભંડોળ ને કારણે રીટર્ન થયેલ જે બાદ ફરિયાદ થયેલ જેમા હાલોલ એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી બચુભાઈ રામાભાઈ ભરવાડ ને એક વર્ષની સજા અને રૂ 5 લાખ ના વળતર ચૂકવવા હુકમ તા ૨૪/૧૨/૨૦૨૪ ના રોજ કર્યો હતો. આરોપી બચુભાઈ રામાભાઈ ભરવાડ દ્વારા હુકમ સામે પોતાના એડવોકેટ કે ડી મલેક દ્વારા હાલોલના એડી સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી જેમા મુખ્યત્વે આરોપીના સહીવાળા ચેક નો ઉપયોગ કરી ફરિયાદ કરી હોવાનો બચાવ કર્યો હતો.અપીલ ચાલી જતા મૂળ આરોપી અને અરજદાર બચુભાઈ રામાભાઈ ભરવાડ ના વકીલ કે ડી મલેક દ્વારા કરેલ દલીલો ધ્યાને લઈને હાલોલના એડી સેશન્સ જજ વી એન મપારા દ્વારા પુરાવાનું મૂલ્યાંકન કરતા, ફરિયાદી દ્વારા ફરિયાદ મા જણાવ્યા મુજબ આરોપી પાસે રૂ ૫,૧૩,૫૩૧/ નુ લેણું બાકી છે જ્યારે રજુ થયેલ ખાતાનો ઉતારો ( સ્ટેટમેન્ટ) મુજબ તા ૧૦/૦૪/૧૮ થી ૨૯/૦૯/૧૯ સુધીમાં રૂ ૬,૬૧,૦૪૦/૯૬ ની રકમ બાકી દર્શાવેલ તેમજ એરિયર્સ ની રકમ રૂ ૨,૫૬,૩૭૭/ દર્શાવેલ હતી. ત્યારે જો ફરિયાદ મુજબ બાકી રકમ ૫,૧૩,૫૩૧/ ની હતી અને સ્ટેટમેન્ટ મુજબ ૬,૬૧,૦૪૦/૯૬ ની રકમ બાકી હતી તો રૂ 5 લાખ નો ચેક ફરિયાદી કેવી રીતે સ્વીકાર્યો બાકી રહેતી રકમ અંગે કોઈ સમાધાન થયુ નથી તેવુ ફરિયાદી સ્વીકારેલ છે ઉપરાંત આરોપીની લોન ની મુદત મા દોઢ વર્ષ બાકી રહે છે તેવું પણ સ્વીકારેલ છે. સૌથી મહત્વની બાબત એ છે કે ફરિયાદી ઉલટ તપાસમા સ્વીકાર કર્યો છે કે આરોપીને નોટિસ આપી હતી ત્યારે તેની પાસે રૂ 5 લાખ લેવાના થતા ન હતા તેવી તમામ હકીકતો ધ્યાને લઈ આરોપી (અરજદાર) ની અપીલ મંજૂર કરી હાલોલના એડી જ્યુ મેજિસ્ટ્રેટ નો તા ૨૪/૧૨/૨૦૨૪ નો હુકમ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો છે.






