
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શનિવારે, ૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ આહવા તાલુકા પ્રાથમિક શાળા ખાતે તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી.આ ચૂંટણીમાં બે પેનલના ઉમેદવારોએ ભાગ લીધો હતો.ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો આ ચૂંટણીમાં પેનલ નંબર ૨ ના ઉમેદવારો વિજયી થયા હતા. વિજેતા ઉમેદવારોમાં પ્રમુખ તરીકે શૈલેષભાઈ કાજુભાઈ ગાવિત (સી.આર.સી. ટાકલીપાડા) ને ૩૧૧ મત મળ્યા હતા.અને મહામંત્રીના ઉમેદવાર યશસ્વીકુમાર સુરેશભાઈ વાડેકર (પ્રાથમિક શાળા, વાંગણ ભવાનદગડ) ને ૩૦૧ મત મળ્યા હતા.અને ખજાનચી ઉમેદવાર નિલેશભાઈ કાળુભાઈ પવાર (પ્રાથમિક શાળા, થોરપાડા) બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.વિજેતા ઉમેદવારોએ આહવા, વઘઈ અને સુબીર તાલુકાના શિક્ષક ભાઈઓ-બહેનો, આહવા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીના પ્રમુખ જયેશભાઈ પટેલ, મહામંત્રી રામચંદ્ર ભોયે, જિલ્લા-તાલુકા સંઘના કારોબારી સભ્યો, કેન્દ્ર શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને તમામ હોદ્દેદારો, સમર્થકો, અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.નવનિયુક્ત હોદ્દેદારોએ ખાતરી આપી હતી કે હવે પછી શિક્ષકોના જે કોઈ પ્રશ્નો હશે, તેના નિવારણ માટે તેઓ ઓફિસ સાથે સંકલન કરીને કામ કરશે..






