GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં નવરાત્રીના પર્વને લઈ તંત્રએ શરૂ કરી તૈયારી

પાર્ટી પ્લોટ માં ફરજિયાત સીસીટીવી કેમેરા પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય લક્ષી વ્યવસ્થા ઉપલબ્ધ રાખવા સૂચના

તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાર્ટી પ્લોટ માં ફરજિયાત સીસીટીવી કેમેરા પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય લક્ષી વ્યવસ્થા ઉપલબ્ધ રાખવા સૂચના

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીનો પર્વ ધામધૂમ પૂર્વક દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો એક ઉત્સવનો જિલ્લો ગણવામાં આવે છે ત્યારે 22 સપ્ટેમ્બર થી નવરાત્રિના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે નવરાત્રીના પર્વમાં શેરી ગરબીઓ ખાનગી પ્લોટમાં ગરબીઓ તેમજ પાર્ટી પ્લોટો તેમજ મહાનગર પાલિકા દ્વારા ગરબીઓનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે નવરાત્રિના પર્વનું આયોજન થઈ શકે તે માટે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આયોજકો સાથે જિલ્લા કલેકટર અને પ્રશાસન વિભાગ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન ગરબી થઇ રહી છે ત્યારે પ્રાચીન ગરબીઓને વધુ મહત્વ મળે અને ગ્રામીણ વિસ્તારોમાં થતી ગરબીઓને પ્રાધાન્યતા મળે તે દિશામાં પણ સુચાં આયોજન થઈ શકે તે પ્રકારના પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌથી પ્રાચીન ગરબી થાય છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાભરમાં નવરાત્રીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે શહેરી ગરબા થતા હોય છે પાર્ટી પ્લોટોમાં પણ આયોજન થતું હોય છે અને લોકો ગરબે રમવા માટે ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતી ગરબીઓમાં પણ જતા હોય છે જે પૈકી સુચાં આયોજન થઈ શકે અને કાયદો વ્યવસ્થા તેમજ સલામતીના ભાગ સ્વરૂપે ગરબીનું આયોજન થાય તે પ્રકારના પગલાઓ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આ જ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી પાર્ટી પ્લોટમાં થતી ગરબી અને પ્રાચીન ગરબી શહેરી ગરબી સંસ્થાકીય ગરબીઓ અને ગામડા વિસ્તારમાં થતી ગરબીઓના આયોજકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને સુરેન્દ્રનગર પોલીસ વડા અને તમામ વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા બેઠક યોજવામાં આવી છે ગરબીમાં રાખવામાં આવતી વ્યવસ્થા તેમજ ગરબીના પાર્ટી પ્લોટ માં પીવાના પાણીની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા તેમજ સીસીટીવી કેમેરા કાયદાકીય રક્ષણ મળી રહે તે માટે હોમગાર્ડ જવાન ગામડું હોય તો જીઆરડી જવાન પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્ર કામે લાગવાનું છે ત્યારે ગરબીઓનું સારું આયોજન થઈ શકે અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રકારનું આયોજન થાય તે માટે આયોજકો પાસેથી પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા છે અને વિશેષ ચર્ચા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!