GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બરોલા ગામની ગોમા નદીના બાજુની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા ત્રણ ફરાર.

 

તારીખ ૦૪/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ સહિત સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને બાતમી મળી કે બરોલા ગામે ગોમા નદીની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરી ત્યારે નાસભાગ મચી જવા પામી પોલીસે દોડીને ૩ ઈસમોને ઝડપી પાડ્યા જ્યારે ૩ ઈસમો નાસી છૂટ્યા હતા પકડાયેલ ઈસમોની અંગ જડતીમાંથી રૂ ૬૯૮૦/ તથા ત્રણ મોબાઈલ રૂ ૧૫,૦૦૦/ તથા દાવ પરના રૂ ૧૨,૩૨૦/તથા એક એક્ટિવા રૂ ૨૦,૦૦૦/ કુલ મળીને રૂ ૫૪,૩૦૦/ નો મુદામાલ કબજે કરી પકડાયેલા મેહુલ નર્વતસિંહ રાઠોડ, બહાદુરસિંહ નર્વતસિંહ જાદવ, જયદેવસિંહ અર્જુનસિંહ ગોહિલ, તથા નાસી ગયેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો મંગળસિંહ ગોહિલ ,કિરણસિંહ દલપતસિંહ ગોહિલ ,દિનેશ ઉર્ફે ગોટો એમ કુલ ૬ ઈસમો સામે જુગાર ધારા ની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!