MORBI:મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં -૦૪ ની વિઝિટ SWM શાખાની સફાઈ કામગીરીની હાજરીની ચકાસણી કરવામાં આવી.

MORBI:મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં -૦૪ ની વિઝિટ SWM શાખાની સફાઈ કામગીરીની હાજરીની ચકાસણી કરવામાં આવી.
મોરબી મહાનગરપાલિકાના માન. કમિશ્નર દ્વારા ઝોન નં. ૪ની વિઝિટ કરવામાં આવેલ. જેમાં SWM શાખાની સફાઈ કામગીરીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. આ ઉપરાંત રામકૃષ્ણનગર ચોક તેમજ જુનુ રિલિફ નગર, મેલેરીયા ઓફિસ પાસે આવેલ GVP વિઝિટ કરવામાં આવેલ.
તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત રૂ. ૪૩૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સાવસર તળાવ, સર્કિટ હાઉસ પાસે આવેલ નાલું, કુળદેવી પાન, વીસી હાઇસ્કુલ, ગૌશાળા પમ્પિંગ સ્ટેશન, ઉમા ટાઉનશીપ પમ્પિંગ સ્ટેશન ખાતે સફાઈ કામગીરી કરવામાં આવેલ.
આ ઉપરાંત જુન ૨૦૨૫ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરતાં સેનેટરી સબ ઇન્સ્પેકટર ઝોન ઇન્ચાર્જ તથા સફાઈ કર્મચારી ને માન.કમિશ્નર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.








