GUJARATJUNAGADH

મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અન્વયે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંગે માહીતગાર કરવામાં આવ્યા

મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અન્વયે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંગે માહીતગાર કરવામાં આવ્યા

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્ટર શ્રી કોમલબેન પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી. સોજીત્રા, પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીશ્રી બી. ડી.ભાડ, ફિલ્ડ ઓફિસરશ્રી પલ્લવીબેન પાઘડાર, તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની તમામ કચેરીમાં આંતરિક ફરિયાદ સમિતિના સભ્યો અને મહિલા કર્મચારીઓ ઉપસથિત રહયા હતા.નિવાસી અધિક કલેકટર શ્રી કોમલબેન પટેલ દ્વારા પ્રસંગિક ઉદબોધન કરી મહિલાઓને કામકાજના સ્થળે સુરક્ષિત વાતાવરણ મળી રહે તેમજ દરેક ખાનગી અને સરકારી કચેરીમાં કાયદા અંતર્ગત સમિતિની રચના કરવા આહવાન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ) નિવારણ અધિનિયમ-૨૦૧૩ અંગે જાણકારી આપવામાં આવી હતી.તેમજ કાર્યક્રમમાં પ્રતિકાર શોર્ટ ફિલ્મ નિદર્શન પણ યોજવામા આવ્યુ હતુ.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ.

Back to top button
error: Content is protected !!