અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ફેલાવાતાં પ્રદૂષણના અનુસંધાનમાં કૃષિ, બાગાયત અને પ્રદૂષણ વિભાગ દ્વારા સ્થળ તપાસ

તારીખ:૦૬.૦૮.૨૦૨૫
સ્થળ:કોડીનાર
કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવી રહેલ પ્રદૂષણ બાબતે યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી લડત ચલાવવામાં આવી રહેલ છે પરંતુ એનકેન પ્રકારે પ્રદૂષણ વિભાગ કંપનીને છાવરવાંનું કામ કરતા હોય તેવા આક્ષેપો સાથે યુવા અગ્રણીએ અનેકવાર ઉચ્ચ સ્તરે ફરિયાદો કરી હતી તેમ છતાં કંપની સામે GPCB દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં નથી આવી રહ્યા,માટે ભાવેશભાઈ સોલંકી દ્વારા ખેતી તેમજ બાગાયત વિભાગને આ બાબતે સ્થળ તપાસ કરવા રજૂઆત કરી હતી જેમાં અગાઉ તેમજ આજ રોજ ૦૬.૦૮.૨૦૨૫ ના રોજ પણ કૃષિ,બાગાયત અને પ્રદૂષણ વિભાગની કમિટી એ વડનગર ખાતે સ્થળ તપાસ કરી પંચરોજ કામ કરી બાગાયત તેમજ ખેતી પાકો પર અંબુજાના ડસ્ટિંગ/પ્રદૂષણથી અસરો થાય છે તેની પુષ્ટિ કરી હતી.
વધુમાં યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં GPCB દ્વારા કોઈ કડક પગલા લેવામાં નહીં આવે તો અમારા દ્વારા નામ.હાઇકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે.





