GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં સબ સ્ટાન્ડર્ડસ મીઠાઈનાં વેચાણ બદલ માલિક સામે દંડાત્મક કાર્યવાહી રૂ.5000 નો દંડ ફટકાર્યો

તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં એન્જલ સ્વીટ માર્ટ, લોહાણા શેરી મુ કુડા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ટોપરાપાકનો નમુનો વેચાણ તરીકે લઈ પૃથ્થકરણ અર્થે ફુડ એનાલીસ્ટ, પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા, ભુજને મોકલી આપવામાં આવ્યો હતો આ તપાસ દરમિયાન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ રેગ્યુલેશન 2011ના રેગ્યુલેશન નંબર 2.12.1 મુજબ ટોપરાપાક ના નમૂનામાં સિન્થેટીક ફૂડ કલર મળી આવ્યો હતો જે ખાદ્યચીજમાં હોવું ન જોઈએ આથી ઉત્પાદક પેઢી સામેના કેસ બદલ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ઉત્પાદક પેઢીના માલિક એન્જલ સ્વીટ માર્ટ, લોહાણા શેરી, મુ કુડા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગરને ભવિષ્યમાં આવા ગુન્હાનું પુનરાવર્તન ન થાય તે માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ- 2006ના ધારાની કલમ-51 ‘સબ સ્ટાન્ડર્ડસ’ મીઠાઈ ફૂડનાં વેચાણ બદલ વિક્રેતાને રૂ. પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!