GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૦૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રાવણ માસની પૂર્ણિમા એટલે પર્વોનો ત્રિવેણી સંગમ.આ દિવસે રક્ષાબંધન ઉપરાંત બ્રાહ્મણો યજ્ઞોપવિત્ર બદલે છે. તેમજ સાગરખેડુઓ આ દિવસે પૂજન કરતા હોવાથી તે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. વિદ્યાર્થીઓ રક્ષાબંધનના પવિત્ર પર્વનું મહત્વ સમજે એ ઉદ્દેશથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો દ્વારા રક્ષાબંધન સાથે જોડાયેલા વિવિધ ઐતિહાસિક પ્રસંગોના ઉદાહરણો દ્વારા આ પવિત્ર પર્વનું મહત્વ સમજાવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વના મહત્વ વિષે વક્તવ્ય આપવામાં આવ્યું .બાકરોલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ભાઈ-બહેનના આ પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.







