GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોર થી શરૂ

 

MORBI:મોરબી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોર થી શરૂ

 

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ નુ આયોજન કરવા મા આવ્યુ છે. વિતરણ આગામી તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોરે ૪ વાગ્યા થી શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. સમાજ નો દરેક વર્ગ તહેવારો ની મજા માણી શકે તે હેતુસર પ્રતિવર્ષ મોરબી જલારામ ધામ દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ નુ વિતરણ વહેલાતે પહેલા ના ધોરણે રાહતદરે કરવા મા આવશે. જે અંતર્ગત શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીત ની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર,ભાખરવડી,ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ સહીત નુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થા ના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણ ની કીટ વિતરણ કરવા માટે શ્રી જલારામ ધામ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!