
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૮ ઓગસ્ટ : ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ – ૨૦૦૫” કાયદાની જાગૃતી આવે એ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત્ત પ્રયત્નશિલ છે અને એ માટે વિવિધ જાગૃતિ સેમિનારો પણ યોજવામાં આવે છે આ અનવ્યે ઓધવબાગ -૩ માધાપર જુનાવાસ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃતી સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.ઓધવબાગ-૨ અને ૩ના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
દહેજપ્રતિબંધકસહરક્ષણઅધિકારીશ્રી ભરતભાઈમકવાણાદ્વારા કાયદા અંતર્ગત કોણ ફરીયાદ કરી શકે , ક્યા ફરીયાદ કરી શકાય , નામદાર કોર્ટ તરફથી શુ દાદ મળવા પાત્ર છે , તેમજ કાયદાની જોગવાઇઓ અંગે માહિતી આપી હતી, શી ટીમના એ એસ આઇ શ્રી શિતલબેન દ્વારા શી ટીમની કામગીરી તેમજ મહિલાઓને સક્ષમ થવા તેમજ હિંસા સહન ન કરવા અંગે સમજ આપી હતી તેમણે જણાવ્યું હતુ કે જો એક વખત હિંસા સહન કરશો તો અવાર નવાર હિંસાનો ભોગ બનવુ પડશે. ક્યારેય પણ કોઇ પણ બહેન દિકરીને અમારી જરુર પડે તો અમને કોલ કરી મદદ મેળવી શકો આપની સમ્પુર્ણ વિગત ગુપ્ત રાખવામાં આવશે
જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની બેન રાવલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકિય અને કાયદાકિય માહિતી આપી હતી . ૧૮૧ અભયમ કાઉન્સેલર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે મુશ્કેલ પરિસ્થિતીમાં મુકાયેલ કોઇપણ મહિલા ગમે ત્યારે ૧૮૧ નંબર ડાયલ કરી ને સેવા મેળવી શકે છે આ સેવા નિશુલ્ક અને ૨૪*૭ ચાલતી સેવા છે . સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક શ્રી ભાવનાબેન દ્વારા હિંસાથી પિડીત મહિલાઓને સેન્ટર પર આપવામાં આવતી નિશુલ્ક સેવા જેવી કે આશ્રય, ,કાનુનિ સહાય ,પોલિસ સહાય , કાઉન્સેલિંગ, વિષે વિગતે માહિતી આપી હતી. પોલિસ સ્ટેશન બેઇઝના સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર શ્રી અર્ચનાબેન ભગોરા દ્વારા મહિલાઓને ડર રાખ્યા આગળ આવવુ જોઇએ તથા જ્યારે પણ જરુર પડ્યે ત્યારે પોલિસ અને આ સેંટર હમેશા તેમના પડખે છે એવુ જણાવ્યુ હતું ઓધવબાગ મહિલા મંડળના પ્રમુખ શ્રી લક્ષ્મિબેન પટેલ , ઉપ પ્રમુખ શ્રી તારાબેન ગજ્જર અને ભુજ તાલુકાના પંચાયતના સદસ્ય શ્રી તુશારીબેનએ ઉપસ્થિત મહિલાઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો તેમજ મહિલા બાળ અધિકારીની કચેરીના કામને બિરદાવ્યુ હતુ આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી પુજાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું અને ડીસ્ટ્રિક્ટ હબ ફોર વુમન એમ્પાવરમેંટની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.




