GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” વિવિધ નગરપાલિકા અને તાલુકા શાળાઓમાં “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશભક્તિના અનેરા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા યાત્રા” યોજવામાં આવે છે. અનેક દેશભક્તો તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કરે છે. આ અભિયાનમાં દેશના તમામ નાગરિકો જોડાઈ શકે તે માટે દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત “હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ અન્વયે રાજકોટની ભાયાવદર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય અને દેરડી કુંભાજી ગામની કન્યા શાળા તથા એસ.એસ.અજમેરા તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ કેસરી, સફેદ, લીલા એમ ત્રિરંગના કુદરતી દ્રશ્યો, ઘર, ચિત્રો, ગામડાની મહિલા, રાષ્ટ્ર ધ્વજ, મોર પક્ષી, ૧૫ ઓગસ્ટના આકારોની રંગોળી, લેખન તથા નિબંધ સ્પર્ધા, રંગબેરંગી રાખડીઓ સહિતની સ્પર્ધાઓ દ્વારા આ અભિયાનને વેગવંતુ કરવામાં આવ્યું હતું.






