
ફૈઝ ખત્રી…શિનોર
સમગ્ર વિશ્વભરમાં 9 ઓગસ્ટ ના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે
આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની સિનોરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સેગવા ખાતેથી ડીજે સાથે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સેગવાથી નીકળી સાધલી થી સિનોર થઈ સેગવા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો પરંપરાગત નૃત્ય અને વેશભૂષા સાથે જોવા મળ્યા હતા.
આ રેલી સાધલી ખાતે આવી પહોંચતા બિરસા મુંડા સર્કલ ઉપર બિરસા મુંડા ની છબીને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યું હતું.
શિનોર આદિવાસી હિત રક્ષક સમિતિ ના પ્રમુખ અશોક ભાઈ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ક્રાંતિકારી બિરસા મુંડા ભગવાન જેવા શહીદો એ આ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આવતી આપી હતી જેને સમગ્ર દેશ કદી પણ નહીં ભૂલે .




