કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શકીલભાઈ તિજોરીવાલાની દિલ્હી ખાતે મુલાકાત યોજાઈ.

તારીખ ૦૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના મંત્રી ચિરાગ પાસવાન તથા લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શકીલ તિજોરીવાલા વચ્ચે ગતરોજ દિલ્હી ખાતે મુલાકાત યોજાઈ હતી. બંને વચ્ચે થયેલી મુલાકાતમાં ગુજરાતમાં ખાદ્ય પ્રોસેસિંગ યુનિટ્સ માટે નવી નીતિ તૈયાર કરી યોગ્ય સહાય માટે યોજના શરૂ કરવા અંગે ચર્ચા – વિચારણા થઈ હતી. એટલું જ નહીં, MSME ઉદ્યોગકારોને વધુ ટેક્ઝોલોજીથી સજ્જ કરવા તથા નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. વળી, વધુમાં વધુ રોજગારના માધ્યમ ઊભા કરવા કેન્દ્રીય સહયોગ પણ પ્રાપ્ત થાય તેવો આશાવાદ પ્રગટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, PMFME જેવી યોજનામાં ગુજરાત કક્ષાએ વધુ મજબૂતી લાવવાનો પણ ઉદ્દેશ્ય પ્રગટ કરવામાં આવ્યો હતો. જો મંત્રી સાથે થયેલી મુલાકાત સાર્થક નીવડે તો આગામી સમયમાં નવા ઉદ્યોગો સ્થાપિત કરવા તેમજ તેના વિકાસ માટે કેન્દ્ર તરફથી આર્થિક સહાય પ્રાપ્ત થવાની શક્યતા રહેલી છે. નાના ઉદ્યોગકારોને ટેક્નોલોજીથી સજ્જ મોકળું બજાર તથા નાણાંકીય ટેકો પ્રાપ્ત થવાની પણ શક્યતા છે. એટલું જ નહીં, ઉદ્યોગોના નવા એકમો સ્થાપિત થતાં તથા તેનો વિકાસ થવાથી સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ બહોળા પ્રમાણમાં પ્રાપ્ત થવાની શક્યતા છે. લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શકીલભાઈ તિજોરીવાલા તથા લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન વચ્ચે થયેલી આ મુલાકાત આગામી સમયમાં ખાદ્ય ઉદ્યોગોના વિકાસ માટે પાયાના પથ્થર સમાન સાબિત થશે જ તેવો આશાવાદ છે.





