અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ કોર્ટમાં પટાવારા તરીકે ફરજ બજાવતા રામપુર ગામના યુવકનો મૃતદેહ ગામમાં આવેલ વાંઘા માંથી મળી આવ્યો : મૃત્યુનું કારણ અકબંધ
અરવલ્લી જિલ્લામાં અગમ્ય કારણોસર યુવક નદીમાં, તળાવ સહીત કુવામાં ડૂબવાથી મોત નીપજ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર એ યુવક ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી જેમાં મળતી માહિતી મુજબ શિનાવાડા પાસે આવેલ રામપુર ગામે એક યુવક લાપતા થયો હોવાનો કોલ મોડાસા ફાયર વિભાગની ટીમને મળ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોંહચી હતી જ્યાં સૌ પ્રથમ યુવક કુવામાં પડ્યા હોવાની માહિતી મળતા આજુબાજુ ના 12 જેટલા કુવાઓ માં શોધખોર હાથ ધરી હતી અને ત્યાર બાદ ગામના બાજુમાં આવેલા વાંઘા માં યુવકની લાશ મળી આવી હતી કિનારા પર યુવકના ચંપલ સહિત મોબાઈલ ફોન મળી આવ્યો હતો ફાયર વિભાગની ટીમે યુવકની લાશ બહાર કાઢી પરિવારને સોંપી હતી મૃતક યુવક રામપુર ગામનો ભરવાડ અતુલ ભાઈ ઉંમર – ૩૩ હોવાનું સામે આવ્યું હતું ૧૨ કૂવા માં તપાસ કર્યા બાદ લાશ વાંઘામાં મળી આવતા લાશ ને શોધી પરિવારને સોંપવામાં આવી હતી યુવક મેઘરજ કોર્ટમાં સેવક તરીકે વ્યવસાય સાથે જોડાયેલ હોવાની માહિતી સામે આવી હતી. યુવકના મોત થી પરિવારમાં શોકનો માહોલ છે હાલ યુવકના મોતનું કારણ અકબન્ધ છે