GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:આયુષ હૉસ્પિટલ, મોરબીના સૌજન્યથી પોલીસ લાઇનમાં પોલીસ સ્ટાફ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો.

આજ તારીખ ૨૨.૯.૨૪ ના રોજ મોરબી આયુષ હૉસ્પિટલ, મોરબીના સૌજન્યથી પોલીસ લાઇનમાં પોલીસ સ્ટાફ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો.
જેમાં અનુભવી ડૉક્ટર્સની ટીમે તમામ પોલીસ સ્ટાફના આરોગ્યની તપાસ કરી અને તેમને યોગ્ય સૂચનો આપ્યા. આ આરોગ્ય કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ પોલીસ સ્ટાફે લાભ લીધો. આયુષ હૉસ્પિટલ તરફથી ફિઝીશિયન, ઓર્થોપેડિક અને ગાયનેક ડૉક્ટર્સે પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કર્યું અને તેમને યોગ્ય સલાહ આપી.











