KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત પ્રાથમિક કુમાર શાળા ખાતે સંસ્કૃત ભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી..

 

તારીખ ૧૧/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર મધ્યે આવેલી પ્રાથમિક કુમાર શાળા ખાતે સંસ્કૃત ભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા સંપૂર્ણ પ્રાર્થના સંમેલન સંસ્કૃત ભાષામાં સાથે સાથે કેટલીક સંવાદિત પ્રવૃત્તિઓ પ્રશ્નતરી તેમજ સુવિચારો અને સુભાષિતોને સંસ્કૃતમાં રજૂ કરવામાં આવ્યા. કાલોલ બીઆરસી ની ઉપસ્થિતિમાં શાળાના આચાર્ય રાકેશ ઠાકર દ્વારા તમામને સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞા દેવડાવવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા સંસ્કૃતમાં પોતાનો પરિચય તેમજ એકબીજા સાથે પ્રત્યાયન સંસ્કૃત ભાષામાં વાતચીત કરવા કુમાર શાળા ના ભાષા શિક્ષકો કલ્પનાબેન મકવાણા અને હીનાબેન પરમાર દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા અને કુમાર શાળાના બાળકોને કાલોલ તાલુકાની તાલુકા લાયબ્રેરીમાં સંસ્કૃત સાહિત્યમાં રચેલા આપણા મહાન ગ્રંથો ભગવદગીતા મહાભારત રામાયણ જેવા દળદાર ગ્રંથો નું પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં સંસ્કૃત ભાષા વ્યવહારમાં પણ ઉપયોગી નીવડે એ દિશામાં સરકારનું આ એક કદમ અનેરૂ છે અને એમાં આપણે સર્વે સહયોગ આપીએ એવી શાળા પરિવાર તરફથી તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!