GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

પોલીસ અને સ્થાનિક આગેવાનો વચ્ચે સંકલન વધારવા, ગ્રામીણ સ્તરે પોલીસિંગને વધુ મજબૂત અને અસરકારક પગલું

તા.11/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ડીવીઝનમાં પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચના મુજબ તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પોલીસ હેડ ક્વાર્ટર ડી.ટી.સી હોલ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરના અધ્યક્ષસ્થાને સરપંચો, મહાનગર પાલિકાના વોર્ડ સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બનતા નાના મોટા બનાવોની માહિતી તાત્કાલિક સ્થાનિક પોલીસને મળી રહે અને કાયદાકીય કામગીરીમાં વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો આ માટે દરેક પોલીસ સ્ટેશન સ્તરે વોટ્સએપ ગ્રુપ બનાવવાની ઉપયોગીતા વિશે જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત, સાયબર ક્રાઇમ, ઓનલાઈન છેતરપિંડી, ટ્રાફિક જાગૃતિ, માર્ગ સલામતી, મહિલા સુરક્ષા, નવા કાયદાઓ અને સીસીટીવી નેટવર્કને સુદ્રઢ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડીવીઝન વિસ્તારના સુરેન્દ્રનગર મહાનગર પાલિકા, વઢવાણ તાલુકાના તમામ ગામના સરપંચો અને વોર્ડના કુલ ૫૩ સભ્યો હાજર રહ્યા હતા આ ઉપરાંત લખતર અને મૂળી પોલીસ સ્ટેશનો ખાતે પણ આવા જ પરિસંવાદ યોજાયા હતા જેમાં લખતરમાં ૪૫ અને મૂળીમાં ૨૫ ગામના સરપંચો અને વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક અને ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!