કાલોલ આશિયાના સોસાયટી પાસેના રહીશોને કોર્ટમાંથી મનાઈ હુકમ ન મળતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયાં.
તારીખ ૧૨/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
*આશિયાના સોસાયટી ના દબાણો યથાવત રહેશે તેવા ચુંટણી વચનો ” જુમલો” સાબીત થયા.*
કાલોલ શહેરના મધ્ય આવેલા આશિયાના સોસાયટીના કાચા-પાકા દબાણો પર તંત્ર દ્વારા ફરીએકવાર બુલડોઝર ચલાવામાં આવ્યુ હતું. તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટીસ આપવામા આવી હતી ત્યાર બાદ કેટલાક દબાણકારોએ કાલોલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો મનાઈ આપવામાં ન આવતા સોમવારની રાત્રેએ પોતપોતાનું માલસામાન કાઢી સ્વૈચ્છાએથી હટી ગયા હતા જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે જહેમત બાદ પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા.
કાલોલ શહેર મધ્યે આવેલી આશિયાના સોસાયટી પાસેના જેતે સમયે સરકારી ગેરકાયદે દબાણો અંગે મામલતદારે કસ્બા તલાટી અને સીટી સર્વેયર સાથે રાખીને પુન: માપણી કરતાં આશિયાના સોસાયટીના પાસેના ધ્યાનમાં આવેલા વધુ ૧૧ દબાણો નિકળ્યા હતા. જેથી મામલતદાર વિભાગે જે તે સમયે તમામ દબાણકારોને લેખિતમાં નોટિસ બજાવીને આગામી ૧૦ દિવસોમાં દબાણો હટાવી દેવાની તાકીદ કરી હતી. જેને લઈ કેટલાક રહિશોને નોટીસ મળતા નવ જેટલા લોકોએ કાલોલ મામલતદાર, ચીફ ઓફિસર નગરપાલિકા, સીટી સર્વે ઑફિસર અને જીલ્લા કલેક્ટર ને પક્ષકાર બનાવી મનાઈ હુકમ મેળવા માટે રહિશો દ્વારા તારીખ ૦૮/૦૮/૨૦૨૫ ના રોજ કાલોલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો મનાઈ આપવામાં આવ્યો નથી તેથી તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટીસ આપવામા આવતા કેટલાક દબાણકારો સ્વૈચ્છાએથી હટી ગયા હતા.જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજમાર્ગ મકાન વિભાગ હાલોલ ના ઈજનેર,નાયબ ઈજનેર એમજીવીસીએલ, કાલોલ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, કાલોલ પોલીસ સ્ટેશનના પી આઈ અને સ્ટાફ, સીટી સર્વે સુપ્રી ટેન્ડેન્ટ પંચમહાલ ને સાથે રાખીને જમીન મહેસુલ ની કલમ 61 મુજબ કાચા પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ પાલિકાની ચૂંટણીમાં ભાજપે સૌ પ્રથમ વખત વોર્ડ નંબર પાંચમા મુસ્લિમને મહિલાને એક બેઠક પર ટિકિટ આપી હતી. જેઓ બિનહરીફ ચૂંટાયા હતા અને વોર્ડ નંબર પાંચમા અંદાજે ૧૧૦૦ થી વધુ લઘુમતી કોમના મત હોય નગરપાલિકાના પ્રમુખ માટે આ વોર્ડમાં એકમાત્ર સીટ હોય સત્તા પક્ષના મોટામોટા નેતાઓ મોડી રાત સુધી આશિયાના સોસાયટી વિસ્તારની ગલીએ ગલીએ મત માંગવા માટે ફરતા અને મુખ્યત્વે મુસ્લિમ સમાજના મતો અંકે કરવા ખુદ ભાજપનાં મોટા નેતા અને સ્થાનિક ઉમેદવારો સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠકો યોજી તેઓને કેટલાક વચનો સાથે દબાણો નહીં હટાવવાની બાંહેધરી આપી હોવાનું ચર્ચામાં આવ્યુ છે ત્યારે કાલોલ પાલિકાની ચૂંટણીમાં દબાણો નહીં તૂટે તેવા ભાજપના મોટા નેતા અને ઉમેદવારોના વચનો આજે પોકળ એટલે કે જુમલો સાબિત થયા હતા એટલે કે માત્ર મતો મેળવવા ઠાલા વચન આપ્યા હોવાનું પુરવાર થયું છે જેથી હવે પાલિકામાં આવખતે ચુંટાયેલા મુસ્લિમ આંઠ સભ્યો સાથે આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો જેમા પાલિકા પ્રમુખ ખુદ અને નેતાઓ ને આ વિસ્તારમાં હવે મોઢું છુપાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.