
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર ખાતે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન બાયડ-માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયું
માલપુર ખાતે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન બાયડ-માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયું. યાત્રામાં જિલ્લા તથા મંડલ સંગઠનના હોદ્દેદારો, મોરચાના પ્રતિનિધિઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ તેમજ ફોરેસ્ટ, આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા બુથના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા.યાત્રાનું પ્રારંભ ઉમિયામાતા મંદિર પરિસરથી કરવામાં આવ્યું અને ભવ્ય દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન સૌએ રાષ્ટ્રીય ધ્વજને વંદન કરી દેશપ્રેમની પ્રતિજ્ઞા લીધી અને સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગને યાદ કર્યો.આ પ્રસંગે ધારાસભ્ય એ સૌને એકતા, દેશભક્તિ અને સમાજસેવાનો સંદેશ આપ્યો તથા ત્રિરંગાની માન-શાન જાળવવા સૌને અપીલ કરી.





