કાલોલ નજીક ઘોઘંબા નો કરાડ ડેમ વર્ષો બાદ ઓવર ફ્લો: તાલુકાના ૧૧ ગામોને એલર્ટ કરાયા.

તારીખ ૩૦/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગત શુક્રવારે બપોર થી શરૂ થયેલ વરસાદ સતત છ દિવસ સુધી વરસાદ વરસતો રહેવાથી અને ઉપરવાસમાં સતત વરસાદ વરસી જતા કાલોલ તાલુકામાંથી પસાર થતી કરાડ નદી અને ગોમા નદીમાં ભારે પુરના કારણે બન્ને નદી બે કાંઠે વહેતી થતા કાલોલ શહેર સહિત તાલુકાના અનેક કોઝવે બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી એકબીજા ગામ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ જતાં ઓછા અંતર નો સમસ્ત જનજીવન પ્રભાવિત થયું હતું જ્યાં ઘણા વર્ષો બાદ કાલોલ નજીક ઘોઘંબા નો કરાડ ડેમ ઓવર ફ્લો થતાં પાણી ની આવક વધતા સુપડી ઉપર થી પાણી વહ્યું છે ત્યારે ઘોઘંબા તાલુકાના કરાડ ડેમનું પાણી ગમે ત્યારે છોડવામાં આવનાર હોઈ કાલોલ તાલુકાના કરાડ નદી સિંચાઈ હેઠળ આવતા કાંઠા ના ગામો માં પુર ની શક્યતાઓ જોતા કરાડ નદી કાંઠા ના ૧૧ ગામોને જેમ કે વરવાડા, પાધરદેવી, સાલીયાવ, દેવચોટયા, ઝીલિયા, ફતેપુરી, મેદાપુર, અલીન્દ્રા, મધવાસ, રતનપુરા અને પલાસા જેવા ગામો માં નદી કાંઠો નજીક હોય માણસો તેમજ ઢોર ઢાંખર લઈ જવા નહિ અને વાહનવ્યવહાર અને બીજી કોઈ અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી તથા ગામના સરપંચ તથા ટલાટી ક્રમ મંત્રી.રેવન્યુ ટલાટીઓને ગ્રામજનોના સંપર્કમાં રહી જરૂર જણાય સ્થાળાંતર અંગેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી તેમ કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા ટેલિફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું.







