ભરૂચ: કતલખાને લઈ જવાતી બાખડી વસુકી ગયેલ ભેંસો નંગ-૨૪ને બચાવી ત્રણ આરોપીને ઝડપી પાડતી પાલેજ પોલીસ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જીલ્લા I/C પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ભરૂચનાઓ તરફથી તકેદારીનાં ભાગ રૂપે પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગ તથા અન્ય કામગીરી કરવા આપેલ સુચનાં આધારે તા.૧૧/૦૮/૨૦૨૫ નાં રોજ એ.એસ.આઇ. અશ્વીનભાઇ ધીરૂભાઇ નાઓને બાતમી મળેલ કે, વલણ ગામ થી એક કન્ટેનર ટ્રક નંબર જીજે-૧૬- એ.વી.- ૨૯૨૦ માં વલણ ગામેથી બાખડી વસુકી ગયેલ ભેંસો ભરી વ્યારા તરફ કતલ માટે લઈ જાય છે. જે હકીકત અનુંસંધાને વાહન ચેકિંગમાં વોચમાં હાજર રહેલ હતા તે દરમ્યાન વલણ ફાટક પસાર કરી એક કન્ટેનર ટ્રકનો ચાલક તેની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા કન્ટેનર ટ્રકને હાથ થી ઇશારો તથા ટોર્ચની લાઇટ વડે ઇશારો કરતા કન્ટેનર ચાલકે તેનુ કન્ટેનર રોડની સાઇડ ઉપર કરતા કન્ટેનર ટ્રકનો આગળ પાછળનો રજીસ્ટેશન નંબર પંચો રૂબરૂ જોતા જીજે-૧૬- એ.વી.- ૨૯૨૦ માં બાખડી વસુકી ગયેલ ભેંસો નંગ-૨૪ ખીચોખીચ અને અતિક્રુરતાપુર્વક ટુંકા ટુંકા દોરડા વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા કોઈ પણ જગ્યાએ હવા ઉજાસની સગવડ નહીં રાખી તેમજ તેઓનાં પ્રાથમિક ઉપચાર માટે કોઈ મેડીકલ સાધનોની વ્યવસ્થા નહીં રાખી તથા પશુઓની હેરા ફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીની પાસ પરમીટ વગર પશુઓને હેરા ફેરી કરેલ હોય જેથી ટ્રકમાં ભેંસો નંગ-૨૪ કિ.રૂ. ૩,૬૦,૦૦૦/- તથા અશોક લેલન્ડ કંપનીનો ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા અંગઝડતીનાં મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૫૫૦૦/- તથા રોકડા રૂપિયા- ૧૨,૯૦૦/-ગણી કુલ કિ.રૂ. ૮,૮૮,૪૦૦/- નાં મુદ્દામાલ સહિત કુલ – ત્રણ આરોપીઓને અટકાયત કરી તેમનાં વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સહિતાની અલગ અલગ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) આમીનખાન અબુ મોહમંદ શેખ ઉ.વ- ૪૦ રહે. ગોકુળ નગર, ઘર નં. એલ/૧૮, ડી.એસ.પી. ઓફિસ પાસે ભરૂચ
(૨) યાસીન ઉસ્માન માલા ઉ.વ. ૩૪ રહે. વલણ ગામ, પંજાબ નગર, બી.પી.એલ. ફળીયુ તા. કરજણ જી. વડોદરા
(૩) પરવેઝ સિંધી રહે, વલણ ગામ, તા. કરજણ જી. વડોદરા



