સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. 15 મી ઓગસ્ટની ઉજવણીની નિમિત્તે દેશભરમાં 11મી ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે જેના અનુસંધાને આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે શ્રી આદર્શ પ્રાથમિક શાળા દામાવાસ કંપા અને શ્રીમતી આર એમ મકાણી ઉચ્ચતર માધ્યમિક શાળા અને એન પી ધોળુ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ સાથે સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભી ડેપ્યુટી સરપંચ રામાભાઇ વણઝારા સદસ્ય ઠાકોરભાઈ વણઝારા સદસ્યા ગૌરીબેન રામજીયાણી અને સોનલબેન અને તલાટી શ્રી અમૃતભાઈ ગમાર સાથે સેવા મંડળીના ચેરમેન શ્રી અને ડી આર સી સી મેમ્બર મોહનભાઈ પટેલ અને ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશ પી પટેલ કારોબારી સભ્યો શ્રી વિઠ્ઠલભાઈ અને બાબુભાઈ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રામાભાઈ રાવળ અને સ્ટાફ સાથે હાઈસ્કૂલના આચાર્યશ્રી દીપેનભાઈ પટેલ અને સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનો સાથે પ્રાથમિક શાળા થી શરૂ થઈ નિષ્કલંકી નારાયણ મંદિર થઈ ગામમાં તિરંગા યાત્રા થકી આખો જ ગામ રાષ્ટ્રીય પર્વ તિરંગા યાત્રામાં જોડાયેલ હતું