GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

 

તારીખ ૧૩/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ. જે રાષ્ટ્રીય પર્વ છે.અને ઝંડા ઊંચા રહે હમારા દેશ ભક્તિ ગીત એ તિરંગા ની આન બાન અને શાન છે જે સદાય લહેરાતો રહે લોકો માં દેશભાવના જાગૃત થાય તિરંગા નું સન્માન થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા નું આયોજન કરે છે તે જ રીતે આ વર્ષે પણ આજે તારીખ ૧૩ ઓગસ્ટના સવારે સાડા નવ કલાકે કાલોલ તાલુકા તથા કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ નગરપાલિકા થી તિરંગા યાત્રા નિકળી ભાથીજી મંદિર થઈ કાલોલ મેન ગેટ થઈ મેન હાઇવે ઉપરથી તાલુકા પંચાયત પાસે પોંહચી તીરંગા સર્કલ ખાતે તીરંગા યાત્રા પૂરી કરવામાં આવી હતી.આ બાબતે વાત કરીએ તો કાલોલ તાલુકા તથા શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે દેશભક્તિને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે શહેરની એમએમ ગાંઘી કોલેજ સહિતની જુદી જુદી સરકારી અંગે ખાનગી શાળા ના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા.આ યાત્રામાં તીરંગા સર્કલ ખાતે પોંહચી જ્યાં રાષ્ટ્રીય ગાન બાદ ફોટો સેશન યોજાયો હતો કાલોલ નગરપાલિકા થી તિરંગા સર્કલ સુધીના તિરંગા યાત્રા રૂટ માં ઠેર ઠેર લોકો એ આ તિરંગા યાત્રા નું સન્માન કર્યું હતું.તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને દેશદાઝ ધરાવતા યુવાનો દ્વારા આઝાદી અમર રહો નાં ગગનભેદી સૂત્રોચાર થઈ રહ્યા હતા આ તિરંગા યાત્રા માં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ,ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ યોગેશભાઇ પડ્યા, કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સવીતાબેન રાઠવા, કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઇ મકવાણા,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સહિત ભાજપના હોદ્દેદારો સાથે મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!