BHUJGUJARATKUTCH

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે મુસાફરોને વતન આવવા-જવા માટે નિયમીત તેમજ જરૂરીઆત મુજબનું એકસ્ટ્રા સંચાલન હાથ ધરી.

નિયમીત તેમજ જરૂરીઆત મુજબનું એકસ્ટ્રા સંચાલન હાથ ધરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૪ ઓગસ્ટ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે મુસાફરોને વતન આવવા-જવા માટે મુસાફરો ના પ્રમાણને ધ્યાને લઈ તા. 07.08.2025 થી તા.10.08.2025 સુધી નિયમીત તેમજ જરૂરીઆત મુજબનું એકસ્ટ્રા સંચાલન હાથ ધરી ગત વર્ષ ની સરખામણી ગત વર્ષ 2024 ના ચાર દિવસ સામે અધધ રૂ. 86 લાખ કરતા વધુ આવક મેળવેલ છે જે ગત વર્ષ કરતા 60% જેટલી વધુ છે.

તા. 07.08.2025थीતા.10.08.2025રક્ષાબંધનના ધસારાને ધ્યાને લઈ પાછલા 04 દિવસ ની સરખામણીએ નિયમીત સંચાલન ઉપરાંત કુલ 11 હજાર કિલોમીટર થી વધુ એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી પાછલા 04 દિવસ ની સરખામણીએ રૂ. 65 લાખ જેટલી વધુ આવક મેળવેલ છે જે પાછલા 04 દિવસ ની સરખામણીએ 40% જેટલી વધુ થાય છે.તેમજ પાછલા 04 દિવસ ની સરખામણીએ તહેવારોના દિવસોમાં નિયમીત મુસાફરો ઉપરાંત 42000 કરતા વધુ મુસાફરોએ એસ.ટી. મુસાફરીમાં લાભ મેળવેલ છે.રક્ષાબંધન તહેવાર દરમિયાન સમગ્ર સંચાલનમાં મુખ્યત્વે લોકલ સંચાલનનો વધુ લાભ મેળવેલ છે તેમજ લાંબા અંતરે અલગ અલગ તાલુકા કક્ષાએથી રાજ્કોટ, અમદાવાદ તેમજ દ્વારકા તરફના મુસાફરોએ મહત્તમ લાભ મેળવેલ છે. તેવું વિભાગીય નિયામક, એસ.ટી,ભુજની અખબાર યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!