
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકમાં થોડા દિવસો પહેલા છેડતીની ફરિયાદ નોંધાઈ હતી.આ ફરિયાદ નોંધાતા જ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ આરોપીને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી હતી અને આખરે તેને ગલકુંડ ગામ પાસેથી ઝડપી પાડ્યો છે.સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી રમેશભાઈ લક્ષમણભાઈ પવાર (ઉંમર ૪૪, રહે. બોરદહાડ, તા. વઘઈ, જી. ડાંગ) એ એક મહિલા સાથે છેડતી કરી હતી.આ ઘટના બાદથી જ તે પોલીસથી બચવા માટે નાસી છૂટ્યો હતો. સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાએ આ કેસને ગંભીરતાથી લઈ આરોપીને પકડવા માટે ખાસ ટીમ બનાવી હતી.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાની ટીમે હ્યુમન રીસોર્સ અને ટેકનિકલ સોર્સ એમ બંનેનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેક કર્યું હતુ.સાપુતારા પોલીસે બાતમીદારો પાસેથી માહિતી મેળવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી રમેશ પવાર ગલકુંડ ગામમાં છુપાયો હોવાની ખાતરી કરી હતી.આ માહિતી મળતાં જ પોલીસની ટીમે ગલકુંડ ગામ ખાતેથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો અને તેની અટકાયત કરી. સાપુતારા પોલીસે હવે આ કેસમાં કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીને કોર્ટમાં રજૂ કરીને કડક સજા થાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે..





