વિશ્વ પર્યાવરણ દિવસે રાવણા રાજપૂત સમાજની સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે થરાદ ખાતે રાવણા રાજપૂત સમાજની સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું વાતાવરણ જાળવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ દીપક ઓઝા , રમેશ ભાઈ ગોહિલ,અમરત ભાઈ રાઠોડ,રવજી ભાઈ રાઠોડ, ચંપક લાલ વજીર ,પિરામલ નજાર તેમજ ટીના ભાઈ સહિતના આગેવાનો અને સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો હતો.
વક્તાઓએ જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે અમૂલ્ય સંપત્તિ છે અને પર્યાવરણનું સંતુલન જાળવવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું સમયની જરૂરિયાત છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વૃક્ષોના સંરક્ષણ માટે સંકલ્પ પણ લીધો હતો.




