THARADVAV-THARAD

વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”: વિશ્વ પર્યાવરણ દિવસે વાવ-થરાદ જિલ્લા પોલીસનો હરિયાળો સંકલ્પ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેલ ગોગા મહારાજના મંદિર આગળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ. એમ. વારોતરિયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી શ્રી એસ. આર. ભારાઈ સાહેબ, પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ. જી. રબારી સાહેબ, પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ. એન. બોરીસાગર સાહેબ, પીએસઆઈ શ્રી એસ. કે. દરજી તથા પીએસઆઈ શ્રી આર. જે. ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વૃક્ષારોપણ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબે વધુમાં વધુ વૃક્ષો વાવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને હરિયાળું વાતાવરણ જાળવવા માટે સૌને અપીલ કરી હતી. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને પ્રકૃતિ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!