GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી તાલુકાના વિરપરડા પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબી તાલુકાના વિરપરડા પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી તાલુકાના વિરપરડા ગામે શ્રી વિરપરડા પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે ઉપસરપંચ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. આ રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી, ગ્રામજનો તથા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








