AMRELI CITY / TALUKOGUJARATSAVARKUNDALA

સાવરકુંડલાના આ સેવાભાવી યુવકને સલામ

યોગેશ કાનાબાર રાજુલા

કુદરતી ઉપચાર કેન્દ્ર નજીક વિવાદ નુ ઘર બનેલ ખાડા ને વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર નાસીર ચૌહાણે અંતે જાત મહેનતે પૂર્યા.


પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને આ વિસ્તાર ના કોર્પોરેટર નાસીર ભાઈ ને અનેક ફરિયાદો મળી હતી…..

એક મહિના અગાઉ ધોધમાર પડેલા વરસાદ ના કારણે ગઢીયા પમ્પ થી રેલવે સ્ટેશન નો રસ્તો અતિ બિસ્માર હતો અને અહીં એક એક ફૂટ ના ખાડા પડી જવા પામ્યા હતા. જેથી રાહદારી ઑ પરેશાન હોય પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને આ વિસ્તાર ના યુવા કોર્પોરેટર નાશીર ચૌહાણ ને અનેકો ફરિયાદ મળી હતી જેના સંદર્ભે આજે પાલિકા પ્રમુખ ની સૂચના મુજબ યુવા કોર્પોરેટર નાસીર ચૌહાણ દ્વારા લોકો અને રાહદારી ઑ સાતમ આઠમ ના મોટા તહેવારો મા હેરાન ન થાય તે હેતુ થી વહેલી સવાર થી જાત મહેનત જિંદા બાદ ના સૂત્ર સાથે આ રોડ રીપેરીંગ મા લાગી ગયા હતા અહીં નાશીર ભાઈ દ્વારા તહેવાર મા મજુર ની ઘટ હોય પોતે ડ્રિલિંગ મશીન હાથ મા લઈ કામે લાગી ગયા હતા તેમજ ખાડા મા માલ બનાવી નાસીર ભાઈ એ પોતે ખાડા બુરી પેચ વર્ક મારતા જુવા મળ્યા હતા. હાલ તહેવાર ના સમય મા લોકો ને હાડમારી ન પડે તે હેતુ થી આ વિસ્તાર ના કોર્પોરેટર જાતે કામે લાગ્યા હતા અને તમામ ખાડા જાતે બુરી લોકો ની સમસ્યા દૂર કરી હતી જેથી લોકો એ પણ પાલિકા પ્રમુખ મેહુલ ભાઈ નો અને નાસીર ચૌહાણ નો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!