
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા તા. 17 : મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામની પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી આનંદમય વાતાવરણમાં યોજાઈ હતી. આચાર્યા અનિલાબેન નાથાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ માટેની તૈયારીઓ પીટીસી કોલેજની તાલીમાર્થી પુજાબેન પ્રકાશચંદ્ર ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણના જન્મ પ્રસંગે મટકી ફોડ અને રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. બાળકોના ઉત્સાહથી જન્માષ્ટમી પર્વની ઉજવણી યાદગાર બની હતી.






