AHAVADANGGUJARAT

સાપુતારાના માલેગામ ઘાટમાર્ગમાં એક સ્થળે પથ્થરો ધસી પડતા વાહનવ્યવહાર માટે આ માર્ગ જોખમી બન્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં સમયાંતરે વરસી રહેલા વરસાદી માહોલનાં કારણે સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અસરગ્રસ્ત બની રહ્યો છે.આજે વહેલી સવારે સાપુતારા ઘાટમાર્ગમાં એક સ્થળે મોટા પથ્થરો ધસી પડતાં વાહનવ્યવહાર માટે અડચણરૂપ બન્યો હતો.આ ઘટનાને કારણે અનેક વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લામાં  વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે સાપુતારા ઘાટ માર્ગની બાજુમાં આવેલી ટેકરીઓ પરથી પથ્થરો અને માટીનો મલબો ધસી પડી રહ્યો છે. આ ઘટના વહેલી સવારે બની હોવાથી સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાને કારણે રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો અટવાઈ ગયા હતા.ખાસ કરીને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રાષ્ટ્રીય માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી પથ્થરો માર્ગની સાઈડમાં હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી હતી.વરસાદી માહોલમાં સાપુતારા ઘાટમાર્ગમાં વારંવાર ભેખડો ધસી પડવાની ઘટના બને છે.જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ વરસાદી માહોલમાં માલેગામ નજીક કાયમી ધોરણે જેસીબી જેવા સાધનો વસાવે તેવી માંગ ઉઠી છે..

Back to top button
error: Content is protected !!