MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana :માળીયાના બગસરા ગામે મેલડી માતાજી મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
MALIYA (Miyana :માળીયાના બગસરા ગામે મેલડી માતાજી મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
માળીયા મીંયાણા તાલુકાના બગસરા ગામે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂપીયા ૧૯૦૦ ના મુદ્દામાલ માળિયા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા તાલુકાના બગસરા ગામે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો વિપુલભાઈ મનજીભાઈ પીપળીયા (ઉ.વ.૨૪), જયેશભાઇ ઉર્ફે છગન હિરાભાઇ પીપળીયા (ઉ.વ.૨૦), તથા પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયા (ઉ.વ.૨૫) રહે. બધાં ગામ બગસરાવાળાને રોકડ રૂપિયા ૧૯૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.